લખપતના કોટડામઢમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડી, ઘટનાસ્થળે મોત

2019-11-14 554

દયાપર: લખપત તાલુકામાં ગુરુવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં દયાપર, માતાના મઢ, કોટડા મઢ, દોલતપર,મેઘપર સહિતના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જ્યારે કોટડામઢ ગામની સીમમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું

લખપત તાલુકામાં બપોરે કડાકાભડાકા સાથે શરૂ થયો હતો કોટડામઢ ગામના 34 વર્ષીય રાયમા હસણ કાસમના માથે વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં તેના પરિવારજનો તેને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવા લઈ ગયા હતા યુવાનના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો

Videos similaires