ભચાઉ, ભુજ: અમેરિકન કંપની સ્પેસ એક્સ દ્વારા 11મી નવેમ્બરે ફ્લોરિડાથી 60 સેટેલાઈટને અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે ફ્લોરિડા એરફોર્સ સ્ટેશનથી ફાલ્કન રોકેટથી છોડાયેલા સેટેલાઈટની હારમાળાને સ્ટારલિંક સેટેલાઈટ ટ્રેઈન તરીકે ઓળખ અપાઈ છે તે બે દિવસ પહેલા કચ્છના અવકાશમાં દેખાઈ છે ચમકતી સેટેલાઈટ ટ્રેઈન ભચાઉના ચોબારીથી લઈને ખાવડા અને ધોરેડો સુધી દેખાઈ હતી