અનાથ દર્દી જોનથનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નર્સે દત્તક લઈને દીકરાની જેમ સાચવ્યો

2019-11-13 105

અમેરિકામાં 35 વર્ષથી નર્સની ફરજ બજાવતા લોરી વૂડ અનેક વખત તેમની માણસાઈને લઈને ચર્ચામાં આવે છે તેમણે એક ઘર વિનાના અને અનાથ જોનથન પિન્કાર્ડને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલાં દત્તક લીધો હતો

26 વર્ષીય જોનથન તેની દાદી સાથે મોટો થયો હતો થોડા વર્ષ પહેલાં તેની દાદીનું મૃત્યુ થયું હતું , ત્યારથી જોનથન તેના પરિવારમાં એકલો જ રહે છે 26 વર્ષની ઉંમરે જોનથનને ખબર પડી કે તેને હાર્ટમાં તકલીફ છે અને તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે જો તે નહીં કરાવે તો માત્ર 6 મહિના જ જીવી શકશે

જ્યોર્જિયાની પેડમોન્ટ ન્યૂવેન હોસ્પિટલમાં ફરજ બજાવતી લોરીના ધ્યાનમાં જોનથન આવ્યો હતો જોનથનની હાર્ટ સર્જરી શક્ય નહોતી કારણ કે, તેની સંભાળ રાખવા માટે જોઈ હતું નહીં લોરીએ જણાવ્યું કે, હું સિંગલ મધર છું જોનથનને ફેમિલી નથી તે વાત સાંભળીને મને ઘણું દુઃખ થયું ઉપરથી આ કારણે હોસ્પિટલવાળાએ તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ ના પાડી દીધી તે વાત સાંભળીને તો વધારે દુઃખ થયું હું તેની લીગલ ગાર્ડિયન બની ગઈ ઓગસ્ટ મહિનામાં તેનું ઓપરેશન થયું અને તેને મેં થોડી પણ પરિવારની કમી મહેસૂસ થવા દીધી નથી

Videos similaires