વડોદરા: વડોદરા શહેર નજીક બીલ ગામમાં એક મકાનમાં મોડી રાત્રે સાડા પાંચ ફૂટનો મગર ઘૂસી ગયો હતો મોડી રાત્રે ઘૂસી ગયેલા મગરના કારણે પરિવારે આખી રાત ખુલ્લી આંખે પસાર કરી હતી દરમિયાન પરિવારે આ અંગેની જાણ વન વિભાગને કરતા રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઇ હતી અને મગરને પકડી પાંજરે પૂર્યો હતો