વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11માં બ્રિક્સ સમ્મેલનમાં(13અને 14 નવેમ્બર) ભાગ લેવા માટે બુધવારે બ્રાઝિલ પહોંચશે આ વખતે સમિટની થીમ ‘ઉજળા ભવિષ્ય માટે આર્થિક વિકાસ’છે આ વખતે મુખ્ય મુદ્દા ડિઝીટલ ઈકોનોમી, આતંકવાદ વિરુદ્ધ મજબૂત તંત્ર બનાવવું, વિજ્ઞાન અને આધુનિકતા રહેશે તેઓ છઠ્ઠી વખત સમિટમાં ભાગ લેશે તેઓ પહેલી વખતે સમ્મેલનમાં ભાગ લેવા 2014માં બ્રાઝિલના ફોર્ટલેજા ગયા હતા મોદી સાથે વેપાર પ્રતિનિધિઓનું દળ પણ સમિટમાં સામેલ થશે આ પ્રતિનિધિમંડળ બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે