અમેરિકાએ મિશીગનમાં ડોક્ટર્સે પહેલી વખત એક યુવા એથલીટના બન્ને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાનો દાવો કર્યો છે હેનરી ફોર્ડ હોસ્પિટલની મેડિકલ ટીમના જણાવ્યા પ્રમાણે, 17 વર્ષના એથલીટના બન્ને ફેફસા ખરાબ થઈ ગયા હતા તેઓ એક મહિના સુધી વેન્ટીલેટર પર હતા તેને બચાવવા માટે સર્જરી જરૂરી હતી આ સર્જરી 15 ઓક્ટોબરે 6 કલાક સુધી ચાલી હતી ઈ સિગારેટ અથવા એવી કોઈ પણ વસ્તુથી નિકોટીનનું સેવન કરવાને ‘વેપિંગ’ કહેવાય છે
એથલીટને સૌથી પહેલા 5 સપ્ટેમ્બરે સેન્ટ જોન હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા જો કે થોડા દિવસો પહેલા જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તબિયત લથડતા ડોક્ટર્સે તેને 12 સપ્ટેમ્બરના રોજ વેન્ટીલેટર પર રાખ્યો હતો પરિસ્થિતીમાં સુધારો ન આવતા તેને મિશીગન લઈ જવાયો હતો ડોક્ટર્સે કહ્યું કે, દર્દીની સ્થિતી ગંભીરથી અતિગંભીર હતી, એટલા માટે તેના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા પડ્યા હતા