સોશિયલ વીડિયામાં અજીબોગરીબ કહી શકાય તેવા અકસ્માતનો વીડિયો સામે આવતાં જ અનેક યૂઝર્સને નવાઈ લાગી હતી વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ગટરના નાળા પર લટકી રહી છે જો ગટરની પાઈપો ના હોત તો કદાચ કાર સીધી જ અંદર ધસી ગઈ હોત પણ પાઈપનો સપોર્ટ મળતાં જ તે લટકી રહી હતી અકસ્માત જોઈને તરત જ સ્થાનિકો કારમાલિકની મદદે પહોંચ્યા હતા કલાકોની જહેમત બાદ લોકોએ તેમને સહીસલામત રીતે બહાર નીકાળ્યા હતા મળતી વિગતો પ્રમાણે કાર રિવર્સમાં લેવા જતાં જ આવી દુર્ઘટના થઈ હતી ગ્રેટર નોઈડામાં આવેલા બિસરખ વિસ્તારની ગૌર સિટીનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે