સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય સાચો - સુપ્રીમ કોર્ટ

2019-11-13 453

સુપ્રીમ કોર્ટે કર્ણાટકના અયોગ્ય જાહેર કરવામાં આવેલા 17 ધારાસભ્યો વિશે આજે ચુકાદો આપ્યો છે કોર્ટે તેમના ચુકાદામાં સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય સાચો ગણાવ્યો છે એટલે કે કોંગ્રેસ અને જેડીએસના એ 17 ધારાસભ્યો હવે અયોગ્ય સાબિત થઈ ચૂક્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી આ ધારાસભ્યોને થોડી રાહત આપવામાં પણ આવી છે તેમને ફરી ચૂંટણી લડવાની છૂટ આપવામાં આવી છે

નોંધનીય છે કે, કર્ણાટકમાં 5 ડિસેમ્બર 15 વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થવાની છે આ સંજોગોમાં અયોગ્ય જાહેર કરવામાં ધારાસભ્યો પણ આ ચૂંટણી લડી શકશે તેવી સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે

કર્ણાટક CM યેદિયુરપ્પાએ સુપ્રીમના ચૂકાદાને આવકાર્યો છેકર્ણાટકમાં 5 ડિસેમ્બરે 15 વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થશેયેદિયુરપ્પાએ કહ્યું હતુ કે,‘અમે ફરી બધી જ સીટ પર જીત મેળવીશું’

Videos similaires