રાજકોટ:શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર રાજનગર ચોકમાં ત્રણ શખ્સે છરી અને ધોકા સાથે ધમાલ મચાવી ત્રણ દુકાનમાં તોડફોડ કરી હતી તેમજ એક યુવાનને બેઠકના ભાગે છરીનો ઘા પણ ઝીંક્યો હતો અને પાસેની બે હોસ્પિટલમાં પણ ધમાલ મચાવી હતી ઘટનાને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા જો કે આરોપીઓ હાથ આવ્યા નહોતા રાજનગર ચોકમાં મંગળવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં ત્રણ શખ્સ છરી અને ધોકા સાથે ધસી આવ્યા હતા અને ચોકમાં આવેલી બે પાનની અને એક ટેલિકોમની દુકાનના સંચાલકો સાથે બોલાચાલી કરી દુકાનોમાં તોડફોડ કરી હતી બેફામ બનેલા ત્રણેય શખ્સે નજીકમાં આવેલી બે હોસ્પિટલ પાસે જઇને પણ ધમાલ કરી હતી દુકાન નજીક બેઠેલા ગોપાલભાઇ કાપડીયા નામના યુવક સાથે બોલાચાલી કરી તેમને બેઠકના ભાગે છરીનો ઘાં ઝીંકી દીધો હતો ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા