સિધ્ધપુર: કાત્યોકનો મેળો વિશેષ ભાત ઉપસાવી રહ્યો છે અર્પણ, તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા આ લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણી રહ્યાં છે અત્રે ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ રચાતો હોવાની પૌરાણિક કથાને લઇને શ્રદ્ધાળુઓ સ્નાન તર્પણ કરીને ધન્યતા અનુભવે છે આ મેળામાં પૂનમથી ત્રીજ સુધી શહેરીજનોની ભીડ જામે છે જોકે આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠ્યો છે ચૌદશની મધ્યરાત્રીથી પૂનમ સુધીના માતૃતર્પણ માટે હજારો લોકો તર્પણ વિધિ કરાવી હતી ચાલુ વર્ષે 1500 ઉંટો તેમજ 200 કરતાં વધુ અશ્વો આવ્યાં હતા તો આ મેળામાં આવનાર વેપારીઓને સારી પણ આવક થઇ રહી છે