અમદાવાદના મણિનગરમાં ક્લોરિનના બે બાટલામાં લિકેજ થતાં રસ્તો બંધ કરાયો

2019-11-12 365

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ક્લોરિનના બે બાટલામાં લિકેજ થયો હતો જેને પગલે આસપાસનો રસ્તો બંધ કરાયો હતો સેન્ટર ઓપરેટરને લિકેજની અસર થતા એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ગેસ લિકેજને પગલે આસપાસના વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડી હતી ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી નાગરિકોએ ગેસ લિકેજ થતાં ઘરમાં રહેવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ગેસ લિકેજને બંધ કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે

Videos similaires