બિલાડીએ જીવના જોખમે 1 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, NGOએ બિલાડીને દત્તક લેવાની વાત કરી

2019-11-12 797

સામાન્ય રીતે ડોગીને વફાદાર પ્રાણી માનવામાં આવે છે પરંતુ અમેરિકામાં એક બિલાડીએ તેના માલિકના બાળકનો જીવ બચાવ્યો જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે કોલંબિયામાં બિલાડીએ જીવના જોખમે એક વર્ષના બાળકને પડતા બચાવી લીધું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બાળક રૂમમાં રમતા રમતા ઘૂંટણના બળે સીડી સુધી પહોંચી જાય છેઅને સીડી પરથી નીચે પડે એ પહેલા બિલાડી ચેર પરથી કુદીને તેને બચાવી લે છે અને થોડી વાર સુધી તે સીડી પર જ ઉભી રહી છે જો બિલાડી સમય રહેતા બાળકને રોકત નહીં તો બાળક સીડી પરથી પડી શકતુ હતુ 45 સેકન્ડની આ વીડિયો ક્લિપ ડિલોર અલ્વારેજ નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી છે ત્યારથી કેટલાંક સંગઠનો આ બિલાડીને દત્તક લેવાની વાત કરી રહ્યા છે

Videos similaires