શું સાચે જ પીએમ મોદીએ પંજાબના સીએમનું અપમાન કર્યું હતું?

2019-11-12 120

9 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો જેમાં દાવો કરાયો હતો કે પીએમ મોદીએ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહનું અપમાન કર્યું છે
ટ્વિટર પર પણ અનેક યૂઝર્સે આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ બહુ જ અપમાનજનક છે નરેન્દ્ર મોદી પંજાબના મુખ્યમંત્રીનું આવું અપમાન કઈ રીતે કરી શકે?
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી એરક્રાફ્ટમાંથી ઉતરીને તેમના સ્વાગત માટે ઉભા રહેલા કેપ્ટન અમરિંદર સિંહને ઈગ્નોર કરીને આગળ વધીને અન્ય લોકો સાથે હાથ મિલાવવા લાગે છે
જ્યારે અમે આ વાઈરલ વીડિયોની હકિકત જાણવાનો પ્રયત્ન હાથ ધર્યો તો સામે આવ્યું હતું કે આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે9 નવેમ્બરે રેકોર્ડ કરાયેલો આ વીડિયો કરતારપુર કોરિડોરના ઓપનિંગ પહેલાનો છે ત્યારે પીએમ મોદી સુલ્તાનપુર લોધી પહોંચ્યા હતા જ્યાં કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે હરસિમરત કૌર પણ હાજર હતાં ઓરિજનલ વીડિયોમાં વડાપ્રધાન મોદી કેપ્ટન અમરિન્દર સિંહની સાથે મુલાકાત પણ કરે છે સાથે જ તેમનું અભિવાદન પણ કરતા નજરે પડે છે જેનો અનકટ વીડિયો ટ્વિટર યૂઝર લલિયાએ પણ શેર કર્યો હતો એટલે કહી શકાય કે પીએમ મોદી અને પંજાબના સીએમની એ મુલાકાતનો કોઈએ એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો જે અનેક લોકોએ વાઈરલ કર્યો હતો વાસ્તવમાં કરતારપુર કોરિડોરના ઓપનિંગમાં ગયેલા પીએમ મોદીએ પંજાબના સીએમની કોઈ જ અવગણના કરી નહોતી તે ઓરિજનલ વીડિયોમાં પણ જોઈ શકાય છે

Free Traffic Exchange

Videos similaires