પાકિસ્તાન હાલ મોંઘવારીના મારથી હેરાન છે અહીં રોજિંદી ચીજોની કિંમત સતત વધી રહી છે પાકિસ્તાનમાં માત્ર એક દિવસમાં ટામેટાની કિંમતમાં 160 રૂપિયાનો વધારો થયો છે તેના કારણે પાકિસ્તાનના ઘણા શહેરોમાં ટામેટાની કિંમત 320 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છેશિમલા મરચાની કિંમત થોડી ઘટવાથી 240 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જ્યારે ગત સપ્તાહે તેની કિંમત 320 રૂપિયા પ્રતિ કિલો હતી એમ કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પાક ખરાબ થવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે