મહારાષ્ટ્ર પછી હવે ઝારખંડમાં પણ NDAમાં તિરાડ, LJP એકલા ચૂંટણી લડશે

2019-11-12 3,431

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પાર્ટી 81માંથી 50 સીટ પર ચૂંટણી લડશે એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું કે, મંગળવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવશે

આ પહેલા એલજેપીએ ભાજપ સાથે સંપર્ક કર્યો હતો અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી એલજેપીએ ભાજપ સાથે સંથાલની પરગનાની જરમુંડી વિધાનસભા સહિત 6 સીટોની માંગણી કરી હતી પરંતુ ભાજપ તરફથી આ સીટો પર તેમના ઉમેદવાર ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારપછી સોમવારે જ એલજેપીએ નક્કી કરી લીધુ હતું કે, તેઓ એકલા ચૂંટણી લડશે મંગળવારે ચિરાગ પાસવાને તેની ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી

Free Traffic Exchange

Videos similaires