બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લામાં સોમવારે મોડી રાતે બે મુસાફર ભરેલી ટ્રેન સામ સામે અથડાતા 15 લોકો મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય ઘાયલ થયા હતા પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થાનિક સમયપ્રમાણે રાતે બે વાગ્યે બની હતી, જ્યારે ઉદયન એક્સપ્રેસ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહી હતી ત્યારે તે એક અન્ય ટ્રેન સાથે અથડાઈ હતી જેમાં બે કોચને ખરાબ રીતે નુકસાન થયું હતું
જિલ્લા પોલીસ પ્રમુખે દુર્ઘટનામાં મૃતકોની પુષ્ટી કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘણા યાત્રિઓની સ્થિતી ગંભીર બની છે, જેનાથી મૃતકોની સંખ્યા વધી શકે છે હાલ બચાવ કામગીરી ચાલું છે ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જેની તપાસ હાલ કરાઈ રહી છે સ્થાનિક સરકારના પ્રશાસક હયાત ઉદ દૌલાએ જણાવ્યું કે આ ઘટનામાં 40 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે સાથે જ બાંગ્લાગદેશ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે તેમાં અંદાજે 100 લોકો ઘાયલ થયા છે