JNUમાં પદવીદાન સમારોહ વખતે બહાર વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, ફી વધારો અને ડ્રેસ કોડ મુદ્દે વિરોધ

2019-11-11 1,915

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આજે ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને માનવ સંસધાન વિકાસ મંત્રી પોખરિયાલ નિશંક ભાગ લઈ રહ્યા છે
આ સાથે જ JNU વિદ્યાર્થી સંઘે આજે વિરોધ માર્ચ કાઢી છે આ વિરોધ માર્ચ હોસ્ટલ ફી વધારો અને ડ્રેસ કોડના મુદ્દે થઈ રહી છે વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સલર વિરુદ્ધ JNU કેમ્પસ બહાર ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે વિદ્યાર્થીઓના પ્રદર્શનને રોકવા માટે મોટી સંખ્યામાં CRPF અને દિલ્હી પોલીસના જવાન તહેનાત છે પ્રદર્શન કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓને પકડીને બસમાં બેસાડવામાં આવ્યા છે

Videos similaires