વડોદરાઃ વડોદરા શહેરના આરોગ્ય તંત્રને હચમચાવી મૂકે તેવી ઓડિયો ક્લિપ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે જેમાં વડોદરાની પેથોલેજી લેબ સંચાલક અને તબીબ વચ્ચે સાંઠગાંઠની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં ટાઇફોઇડ, મેલેરીયા, સહિતના કોઇ પણ બિમારીના ખોટા રિપોર્ટ માટે પેથોલોજી લેબ સંચાલક દ્વારા તબીબોને 40 ટકા રૂપિયા આપવાની ઓફર કરવામાં આવે છે અને તબીબ પણ તેના માટે તૈયાર થઇ જાય છે