134 વર્ષ જૂના અયોધ્યા કેસ પર ચુકાદા બાદ બીજા દિવસે રવિવાર સાંજે સરયૂ આરતીમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો સામાન્ય દિવસ કરતાં વધારે ભીડ આરતીમાં પહોંચી હતી ઘટો પાસે ચાની દુકાનો પર ચુકાદા અંગે ચર્ચા થતી હતી રામ મંદિર નિર્માણને લઈ હિન્દુઓમાં ઉત્સાહ હતો ત્યારે તેમણે મસ્જિદ નિર્માણ માટે અમે પણ પૈસા આપશું તેમ કહ્યું હતું હિન્દુ અને મુસ્લિમો હવે સ્પષ્ટપણે એક સ્વરે કહેતા જોવા મળતા હતા કે અયોધ્યા મુદ્દે હવે રાજનીતિ બંધ થશે અને એકબીજા સમુદાયોએ ઘણુબધુ સહન કરવું પડ્યું છે, હવે અયોધ્યા મુદ્દે રાજનીતિ બંધ થશે, હવે અહીં વિકાસ થશે