‘બુલબુલ’ વાવાઝોડું પ.બંગાળના કાંઠે ટકરાયું; 10 લોકોના મોત, 2.73 લાખ પરિવારને અસર

2019-11-11 1,757

એજન્સી, કોલકાતા/નવી દિલ્હી/ઢાકા:‘બુલબુલ’ વાવાઝોડું પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાઇ ગયું છે, જેની અસર હેઠળ રાજ્યના ઘણા જિલ્લામાં ભારે વરસાદ થયો છે વાવાઝોડાના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં રાજ્યના 10 લોકોના મોત થયા છે સૌથી વધુ 5 મોત ઉત્તરીય પરગણાના જિલ્લામાં થયા વાવાઝોડાથી સમગ્ર રાજ્યમાં 273 લાખ પરિવાર અસરગ્રસ્ત થયા છે કાંઠે ટકરાતી વખતે વાવાઝોડ ાની ઝડપ કલાકદીઠ 135 કિમી હતી તેના કારણે દરિયામાં 2 મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા ભારે વરસાદના કારણે વૃક્ષો, વીજળીના થાંભલા ધરાશાયી થયા મુખ્યમંત્રી મમતા બેનરજી સ્થિતિની સમીક્ષા કરવા શનિવારે આખી રાત સચિવાલયમાં રહ્યા બંગાળ, ઓડિશામાં એનડીઆરએફની 16 ટીમ તહેનાત કરાઇ છે જરૂર જણાશે તો બીજી 18 ટીમ જશે

Videos similaires