ગીરના સિંહો બાબરા સુધી પહોંચ્યા, સાવજોના આંટાફેરાથી ખેડૂતોમાં ભય, વન વિભાગને MLAની રજૂઆત

2019-11-10 3,690

બાબરા: બાબરામા રેવેન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીના આંટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે કારણ હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પૂરજોશમા ચાલી રહી છે જેનું રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાત ઉજાગરા કરી રહ્યા છે તેવા સમયે બાબરા પંથકમાં વન્ય પ્રાણી સિંહના આંટાફેરા વધતા ખેડૂતોમાં ભય ફેલાયો છે આ પ્રશ્ને ધારાસભ્ય દ્વારા વનમંત્રીને રજૂઆત કરાઇ છે