બંગાળની ખાડીમાં આવેલું ચક્રવાતી તોફાન બુલબુલ શનિવારે રાતે પશ્વિમ બંગાળના સાગર આઈલેન્ડ, ઓરિસ્સાના ભદ્રક અને બાંગ્લાદેશના ખેપૂપાડા સાથે અથડાયું હતું તોફાનની ઝડપ અંદાજે 110થી 120 કિમી પ્રતિકલાક રહી હતી જો કે, અથડાયા બાદ તોફાન નબળું પડી ગયું હતું
તોફાનની અસરના કારણે બન્ને રાજ્યોના કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો 2 લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે તોફાનને ધ્યાનમાં રાખતા કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર શનિવારે સાંજે 6 વાગ્યાથી 12 કલાક માટે ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે રાજ્યમાં NDRFની 35 ટીમો તહેનાત કરવામાં આવી છે