સુપ્રીમનો ચુકાદો એક ઐતિહાસિક નિર્ણય છે - સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

2019-11-09 702

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચે શનિવારે ચુકાદો સંભળાવ્યો છે બેન્ચે કહ્યું છે કે, વિવાદિત જગ્યાઓ જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આ નિર્ણયને કોઈની હાર કે જીત તરીકે ન જોવો જોઈએ, આ સમય ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આ એક ઐતિહાસિક ચુકાદો છે જનતાને અપીલ કરુ છું કે તેઓ શાંતિ જાળવી રાખે

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે, રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય દરેકની ભારત ભક્તિને સશક્ત કરવાનો સમય છે દેશના લોકોને મારી અપીલ છે કે, શાંતિ, સદ્ભાવ અને એકતા જાળવવી જ્યારે સંઘ પ્રમુખે કહ્યું છે કે, ધૈર્યથી આ મામલે સુનાવણી કરનાર જજને અમે અભિનંદન આપીયે છીએ નિર્ણય સ્વીકાર કરવાની સ્થિતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે દરેક લોકોના પ્રયત્નોનું પણ સ્વાગત કરીયે છીયે

Videos similaires