PM મોદીએ કહ્યું છે કે, મારુ સૌભાગ્ય છે કે, આજે હું દેશને કરતારપુર સાહિબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું જેવી અનુભૂતિ તમને દરેકને ‘કાર સેવા’ સમયે થતી હતી તેવી જ મને અત્યારે થઈ રહી છે હું તમને દરેકને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયામાં રહેતા શીખ ભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવું છું
ગુરુ નાનક દેવજી માત્ર શીખ પંથકની કે ભારતની જ ધરોહર નથી પરંતુ સંપૂર્ણ માનવતા માટે પ્રેરણા પુંજ છે ગુરુ નાનક દેવ એક ગુરુ હોવાની સાથે સાથે એક વિચાર પણ છે જીવનનો આધાર છે તેમણે સલાહ આપી હતી કે, ધર્મ તો આવતો જતો રહેશે પરંતુ સત્ય મૂલ્ય હંમેશા રહેશે તેમણે સલાહ આપી હતી કે, જો આપણે મૂલ્યોને સ્થાયી રાખીને કામ કરીશું તો સમૃદ્ધિ પણ સ્થાયી રહેશે કરતારપુરના કણ-કણમાં ગુરુનાનક દેવજીના પરસેવાની મહેક છે