પુષ્કર મેળામાં 2,150 મહિલાઓએ એક સાથે ઘૂમર ડાન્સ કરીને રેકોર્ડ સર્જ્યો

2019-11-09 4,093

આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં ઘૂમર ડાન્સે નવો ઇતિહાસ સર્જી દીધો મેળા મેદાનમાં ગુરુવારે રાજસ્થાની પરિધાનમાં સજેલી-ધજેલી 2,150 મહિલાઓએ એક સાથે ઘૂમર લોકનૃત્ય કરીને સૌથી મોટા ઘૂમર ડાન્સનો વિક્રમ સર્જ્યો પુષ્કરની મરુભૂમિમાં આયોજિત આ લોકનૃત્યએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું કલેક્ટર વિશ્વમોહન શર્માને આ અનોખા અને સફળ આયોજન બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના ખિતાબથી નવાજાયા ઐતિહાસિક ઘૂમર નૃત્યની તૈયારીઓ એક મહિનાથી ચાલી રહી હતી વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમ સંપૂર્ણપણે ગુપ્ત રખાયો ડાન્સ કોરિયોગ્રાફી સ્મિતા ભાર્ગવે કરી તેમણે નૃત્યમાં ભાગ લેનારી મહિલાઓને ડાન્સના વીડિયો તૈયાર કરીને મોકલ્યા, જે જોઇને મહિલાઓ સ્ટેપ્સ શીખી

Videos similaires