મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે, ભાજપ સરકાર રચવા હજુ સુઈ કોઈ દાવો રજૂ કર્યો નથી ત્યારે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવાર સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા ફડણવીસે કહ્યું કે રાજ્યપાલે મારું રાજીનામું સ્વિકારી લીધું છે પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રની સેવા કરવાની તક આપી તે માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો હું આભારી છું તેમણે એમ પણ કહ્યું કે અમારા મિત્ર શિવસેનાનો પણ હું આભારી છું