રવિવારે ફિનલેન્ડના બીચ પર ભાગ્યે જ જોવા મળે તેવા આઈસ એગ્સ (બરફનાં ઈંડાં) જોવા મળ્યાં હતાં આઈસ એક્સપર્ટે જણાવ્યું કે, આ પરિસ્થિતિ કોઈક વખત જ જોવા મળે છે
ફોટોગ્રાફરે પ્રથમ વખત આ નજારો જોયોફોટોગ્રાફર રિસ્તો મેટીલા હૈલુઓતો આઇલેન્ડ પર મર્જનીએમી બીચ પર તેની પત્ની સાથે વોકિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તેણે આ સુંદર અને ક્યારેય ન ભૂલી શકાય તેવો નજારો કેમેરામાં કેદ કરી લીધો હતો રિસ્તોએ ક્લિક કરેલા આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થઈ રહ્યા છે તેણે કહ્યું કે, સૌથી મોટું આઈસ એગ ફૂટબોલ જેટલી સાઈઝનું હતું તે ક્ષણ ઘણી જોરદાર હતી મેં મારી જિંદગીમાં આવો નજારો ક્યારેય જોયો નથી