વડોદરાઃ સમલાયા અને પીલોલ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી આજે સવારે 9:19 વાગ્યે ગુડ્સ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડ્યું હતું જેને કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે વલસાડ-દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને વડોદરા-ગોધરા વચ્ચેનું મેમુ સહિતની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ દોડી ગયા હતા અને રેલવે વ્યવહારને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી ગુડ્સ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડતા વડોદરાથી દાહોદ અને ગોધરા અપડાઉન કરતા મુસાફરો અટવાઇ ગયા હતા