મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા વિશે બીજેપી અને શિવસેના વચ્ચે સખત ખેંચતાણ ચાલી રહી છે આ દરમિયાન કોંગ્રેસ નેતા નિતિન રાઉતે આરોપ લગાવ્યો છે કે, તેમની પાર્ટીના અમુક ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે નિતિન રાઉતના જણાવ્યા પ્રમાણે બીજેપીના અમુક નેતાઓએ કોંગ્રેસી ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને રૂ 25 કરોડની ઓફર કરી છે મહારાષ્ટ્રમાં નવી સરકાર 9 નવેમ્બર સુધી બની જવી જોઈએ અને અત્યાર સુધી કોઈ પણ ગઠબંધને દાવો રજૂ કર્યો નથી
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત પ્રમાણે મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા નિતિન રાઉતે શુક્રવારે કહ્યું છે કે, બીજેપી નેતાઓ કોંગ્રેસી ધારાસભ્યો સાથે સંપર્કનો પ્રયત્ન કરી રહ્યા છે ગઈ કાલે કોંગ્રેસના બે ધારાસભ્યોને રૂ 25 કરોડની ઓફર પણ આપવામાં આવી છે અમે કર્ણાટકમાં જે પેર્ટન શરૂ થઈ હતી તે હોર્સ ટ્રેડિંગને ખતમ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ