રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો તે જનાદેશનું અપમાન હશે - રાઉત

2019-11-08 2,454

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે, ભાજપ સરકાર રચવા હજુ સુઈ કોઈ દાવો રજૂ કર્યો નથી ત્યારે રાજ્યમાં નવી સરકારની રચનાને લઈ સતત વિલંબ થઈ રહ્યો છે, બીજીબાજુ શિવસેના પણ મુખ્યમંત્રી પદને લઈ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં દેખાતું નથી મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનો કાર્યકાળ પણ આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહનો કોઈ અંત દેખાતો નથી

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો તે જનાદેશનું અપમાન હશે મહારાષ્ટ્ર ઝુકતુ નથી, અને દિલ્હી સમક્ષ તે ઝુકશે પણ નહીં ભાજપ સાથે કોઈ જ રીતે વાતચીત થઈ નથી અમે આજે રાજ્યપાલને મળશું નહીં, અમે રાજ્યપાલના નિર્ણયની પ્રતિક્ષા કરશું શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે ભાજપ તેમનો સંપર્ક ત્યારે જ કરે કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવા માટે તૈયાર હોય આ તમામ ઘટના વચ્ચે હવે સૌની નજર રાજ્યપાલ તરફ મંડાઈ છે

Videos similaires