અમદાવાદ:રાજ્યમાં દારૂબંધી છે જો કે દારૂબંધીની પરવા કર્યા વગર બુટલેગરો રાજ્યમાં દારૂ વેચતા હોવાનું અવારનવાર સામે આવે છે અમદાવાદ શહેરમાં પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે રિવરફ્રન્ટની સાઈડમાં જેપીની ચાલીમાં દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે ટોળા દારૂ પીવા ઉમટી પડે છે અને ત્યાં ખુલ્લામાં જ એક બુટલેગર પૈસા લઈને દારૂ વેચતો નજરે ચડે છે ત્યાં વિદેશી દારૂના જામ પણ ભરી દેવાતા હોય તેવું વીડિયોમાં દેખાય છે