કાલાવડના નિકાવા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં પાંચ બહેનોના એકના એક ભાઇનું મોત

2019-11-07 390

રાજકોટ: કાલાવડના નિકાવા અને આણંદપર વચ્‍ચે ગત મોડી સાંજે સીએનજી રિક્ષા સાથે ધડાકાભેર કાર અથડાતાં રિક્ષા ઉંધી વળી જતાં તેમાં બેઠેલા રાજકોટના 17 વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નીપજ્‍યું હતું જ્‍યારે તેના માતા અને બહેનને ઇજા થઇ હતી રણુજાનગરમાં રહેતી મહિલા દિકરા અને દીકરીને સાથે કાલાવડ રહેતી મોટી દીકરીના ઘરે બેસવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો કાળનો કોળીયો બનેલો યુવાન પાંચ બહેનનો એકનો એક ભાઇ હતો

Videos similaires