કોંગ્રેસ નેતા જયરામ રમેશે PM મોદી અને શાહને આડેહાથ લીધા

2019-11-07 1,271

કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર સરકારી એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે આસામના ગુવાટીમાં બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રમેશે કહ્યું, મોદી અને શાહ વિપક્ષ પર હુમલો કરવા માટે એક ત્રિશૂળનો ઉપયોગ કરી રહ્યા છે ત્રિશૂળના ત્રણ અણીદાર અણી કઈ છે? તે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગ આ ત્રિશૂળથી તેઓ સતત વિપક્ષ પર પ્રહાર કરી રહ્યા છે

જયરામ રમેશે શાહ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (આનઆરસી) અને સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલનો દેશના ભાગલા કરવામાં ઉપયોગ કરી રહ્યા છે રમેશે વધુમાં કહ્યું કે, તેમની પાર્ટી બંધારણી મૂલ્યો સાથે આગળ વધી રહી છે

Videos similaires