ગુરુવારે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 સિરીઝની બીજી મેચ રમાશે આ મેચમાં બાંગ્લાદેશની ટીમને ચીયર કરવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ફેન શોએબ અલિ રાજકોટ પહોંચી ગયા છે શોએબ 2012થી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ફેન છે 2012માં તે પહેલી વખતએશિયા કપની મેચ જોવા પહોંચ્યા હતા, આ મેચમાં સચીને સદી ફટકારી હતી તે બાંગ્લાદેશની દરેક મેચ જોવા મેદાનમાં પહોંચી જાય છે બાંગ્લાદેશની ટીમ અને સ્પોન્સર્સ તેને દરેક જગ્યાએ લઈ જાય છે રાજકોટની મેચમાં તે ભારતીય ટીમને મજબૂત ગણાવી રહ્યા છે