મળો ટીમ ઈન્ડિયાના જબરા ફેન્સને, સચિન અને ધોની વિશેની યાદો તાજી કરી

2019-11-06 190

ગુરુવારે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 સિરીઝની બીજી મેચ રમાશે આ મેચનો રોમાંચ વધારવા ટીમ ઈન્ડિયાના અને ખાસ કરીને સચીનતેંડુલકર તથા મહેન્દ્રસિંહ ધોનીના મેડ ફેન એવા સુધીર ગૌતમ અને રામબાબુ પણ રાજકોટ પહોંચી ગયા છે સુધીર ગૌતમ અને રામબાબુ ભારતની દરેક મેચમાં મેદાનમાં હાજર
હોય છે શરૂઆતમાં સુધીર સાઇકલ લઈને જ મેચ જોવા નીકળી પડતા હતા સાઇકલ પર જ તેઓ 3 વખત બાંગ્લાદેશ અને એક વખત પાકિસ્તાન મેચ જોવા પહોંચ્યા હતા2011ના વર્લ્ડકપમાં ભારતની જીત થયા પછી સચીને તેમને ડ્રેસિંગ રૂમમાં બોલાવી ટ્રોફી આપી હતી આ તરફ રામબાબુને પણ ધોની પ્રત્યે અનોખી દિવાનગી છે 2004માંધોનીએ ડેબ્યુ કર્યું ત્યારથી તેના ફેન છે રામ બાબુનું કહેવું છે કે, માહી વહેલી તકે મેદાનમાં ઊતરે અને હેલિકોપ્ટર શોટ્સ રમે તે જોવાની તેમની ઉત્સુકતા છે

Videos similaires