પાટણ:દેશમાં પ્લાસ્ટિકના વપરાશ ટાળવા માટે સંસ્થાઓ આગ્રહ કરી રહી છે તો વિવિધ શહેરોમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લાદી દીધો છે ત્યારે ઈકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓનો વપરાશ વધે તેવા પ્રયાસ આવકાર્ય છે ત્યારે પાટણ શહેરના અનાવાડા દરવાજા પાસે રહેતા કારીગરે NIDમાં વિશેષ તાલીમ લઈને વાંસની વિવિધ કલાત્મક ચીજવસ્તુઓ બનાવીને વેચે છે જોકે, તેના સ્થાનિક બજારમાં ખાસ ભાવ ન મળતાં અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં વેચવા માટે મોકલે છે