પોશીના વિસ્તારમાં રીંછ પાછળ કૂતરા પડ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

2019-11-06 355

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક રીંછ ભાગી રહ્યું હોય અને તેને કૂતરાઓનું ટોળું ભસતું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે સંભવતઃ વીડિયો જિલ્લાના પોશીના કે વિજયનગરનો હોવાની શક્યતા છે પરંતુ આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટી થઈ નથી વન વિભાગ પણ રીંછના મામલે તપાસ કરી રહ્યું છે માનવામાં આવે છે કે રીંછ શ્વાનનું ભક્ષણ કરીને તેનું જીવન ટકાવી શકે છે, પરંતુ વીડિયોમાં રીંછ શ્વાનોથી ડરીને ડુંગરાળ વિસ્તારમાં ભાગી જતું દેખાય છે

Videos similaires