દક્ષિણ યાલા પ્રાંતમાં વિદ્રોહીઓએ 15 લોકોની ગોળી મારીને હત્યા કરી

2019-11-06 843

થાઇલેન્ડના દક્ષિણ યાલા પ્રાંતમાં સ્થિત એક મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં મંગળવારે રાત્રે શંકાસ્પદ કટ્ટરવાદી અલગાવવાદીઓએ 15 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી અધિકારીઓ પ્રમાણે હુમલાખોરોએ સિક્યોરીટી ચેકપોસ્ટને નિશાન બનાવી તેમાં ચાર સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા હુમલાખોરો ભાગી રહ્યા હતા ત્યારે પોલીસથી બચવા માટે રસ્તા પર વિસ્ફોટકો અને ખીલીઓ વિખેરી નાખી હતી

થાઇલેન્ડની દક્ષિણી સેનાના પ્રવક્તા કર્નલ પ્રમોત પ્રોમ-ઇને કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં આ દેશમાં સૌથી મોટી ગોળીબારની ઘટના છે હુમલાખોરો તેમની સાથે એમ-16 રાઇફલ અને શોટગન લઇને આવ્યા હતા હુમલામાં 12 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું જ્યારે 3 લોકો હોસ્પિટલમાં મૃત પામ્યા હતાં પ્રમોતે કહ્યું કે આ ઘટના પાછળ વિદ્રોહીઓનો હાથ હોઇ શકે છે

Videos similaires