દ્વારકામાં આજથી ફેરીબોટ બંધ, યાત્રિકોને બેટદ્વારકાના દર્શન નહીં થાય

2019-11-06 564

દ્વારકા: દ્વારકા પંથકમાં ગુરૂવારે મહા વાવાઝોડાની અસર સાથે વરસાદ પણ પડી શકે તેવી આગાહી દર્શાવાઇ છે જો કે, જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો દ્વારકા પરથી ન ટળે ત્યાં સુધી તંત્ર એલર્ટ છે એનડીઆરએફની ટીમ પણ દ્વારકા આવી પહોંચી છે સંભવિત તા6 થી 8 દરમિયાન દ્વારકાને મહા વાવાઝોડુ અસર કરે તેવી તંત્ર દ્વારા આગાહી કરાઇ છે ત્યારે વાવાઝોડાની આગાહીના પગલે તા6,7,8 દરમિયાન દ્વારકાના સમુદ્ર કિનારે તેમજ બીચ પર પર્યટકો તેમજ સ્થાનિક લોકોને અવર જવર પર પ્રતિબંધ મુક્યો છે જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર પર્યટકો સામે પોલીસ કાર્યવાહી થશે તેમ કલેક્ટરના જાહેરનામાં જણાવાયું છે આજથી દ્વારકામાં ફેરીબોટ પણ બંધ કરી દેવામાં આવી છે આથી યાત્રિકો બેટદ્વારકાના દર્શન પણ નહીં કરી શકે

Videos similaires