તંત્રએ કરેલા ખાડાને કારણે બે બાળકો અકસ્માતનો ભોગ બનવાના હતા,કારચાલકે બ્રેક મારતા જીવ બચ્યો

2019-11-05 826

વડોદરાઃસમા વિસ્તારના જવાહર નગર ખાતે આવેલા હનુમાન દાદાના મંદિર પાસે કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાને કારણે કારની ટક્કરે સાઈકલ સવાર બાળકનો જીવ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જો કે, સદનસીબે કાર ચાલકે બ્રેક મારી દેતાં દુર્ઘટના ટળી હતી ટ્રાફિકની ભારે અવર જવર ધરવતાં સમા વિસ્તારના જવાહર નગર ખાતેના માર્ગ પર દિવાળી પહેલાં કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો રસ્તાની વચ્ચો વચ્ચ ખોદવામાં આવેલા ખાડાને યોગ્ય રીતે પુરવામાં આવ્યો ના હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Videos similaires