હાઈ બ્લડ પ્રેશર લોકોને હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. વિશ્વની સાથે ભારતમાં પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દીની સંખ્યા વધારે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવાની સાથે પોતાના રોજીંદા ખોરાક લેવામાં પણ કાળજી રાખવી પડે છે. અમુક પ્રકારના ખોરાક લેવાથી તમે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે બચવા માટે કયા ખોરાકને ટાળવા જોઈએ તે તમને જણાવીશું.