અમરેલી:અરબી સમુદ્રમાં ઉદભવેલા મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે જિલ્લામાં ભારે વરસાદની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોય વહીવટીતંત્રને એલર્ટ કરાયું છે 500થી વધુ બોટ જાફરાબાદના દરિયાકાંઠે પરત લાંગરી ગઇ હતી અને વાવાઝોડાનો ખતરો યથાવત ઉભો હોવા છતાં તંત્રની પરમિશન વગર જ ગતરોજ 500 જેટલી બોટો ફરી દરિયામાં માછીમારી માટે નીકળી ગઇ હતી ઉચ્ચ અધિકારીઓ કાગળ પર પ્લાન બનાવવામાં વ્યસ્ત હતાં તેવા સમયે સાગર ખેડૂઓ જોખમ ખેડીને દરિયામાં રવાના થતા તંત્રની પોલ ખુલી છેદીવ પ્રસાશન દ્વારા તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે પ્રવાસીઓને બીચ પર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે વોટર સ્પોર્ટસ એક્ટિવીટી પણ બંધ કરવામાં આવી છે આથી બીચ પર ધંધો કરતા લોકોના રોજગાર પર અસર પહોંચી છે એનડીઆરએફની 2 ટીમ દીવ આવી પહોંચી છે 4 સ્થળોએ ખતરો વધું હોય ત્યાં સ્ટેન્ડ ટુ રહેશે હજુ ત્રણ ટીમ આવશે