જૂનાગઢ:ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા જુના અખાડા નજીકથી કેવલગીરી નામના સાધુનો ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં સાધુની હત્યા થયાની શંકા સેવાઇ રહી છે પોલીસે સાધુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે સાધુની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા કરી છે તે તપાસ બાદ જ બહાર આવશે