પાંચ કલાક સુધી દીપડાએ આતંક મચાવ્યો, ભરબજારે દોડતાં જ લોકો ભાગ્યા

2019-11-05 183

રાજસ્થાનના સીકર પાસે આવેલા અજીતગઢમાં દીપડાએ આતંક મચાવીને આખું શહેર બાનમાં લીધું હતું લગભગ પાંચ કલાક સુધી દીપડાએ અફડાતફડી મચાવી હતી શહેરનાબજારથી લઈને સોસાયટીઓમાં પણ આંટાફેરા મારીને તેણે લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા અનેક લોકો પર તેણે હુમલાનો પણ પ્રયત્ન કર્યો હતો જેમાં બે જણને ઘાયલ
પણ કર્યા હતા મુખ્ય બજારમાં પણ તેણે દોટ મારતાં જ લોકોએ તેમના ઘર અને દુકાનો બંધ કરવામાં જ પોતાનું ભલું સમજ્યું હતું જયપુરની ટીમ પણ તેમને સૂચના મળ્યા બાદત્યાં મોડી પહોંચી હતી અંતે કલાકો સુધી તેને પકડવામાં સફળતા ન મળતાં જ આ દીપડાને પકડવા તેને ટ્રેક્યૂલાઈઝ ( જેમાં બંદૂકથી ફાયર કરીને તેને બેભાન કરવાનું ઈંજેક્શન આપવામાં આવે) કર્યો હતો ફોરેસ્ટની ટીમે ટ્રેક્યૂલાઈઝ કર્યા બાદ તેને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી

Videos similaires