સુરતમાં વાવાઝોડાથી પાલિકાની હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી વચ્ચે રિંગરોડ પર હોર્ડિંગ્સ અકબંધ

2019-11-05 665

સુરતઃ અરબી સુમદ્રમાં ઉદભવેલું મહા નામનું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં થવાની હોય તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા ભારે પવન ફૂંકાય તો સલામતી માટે જોખમી બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સોમવારથી શરૂ થયેલી કામગીરીમાં અત્યાર સુધીમાં 90થી વધુ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યાં છે તેમ છતાં રિંગરોડ અને ટેક્સટાઈલ માર્કેટમાં જોખમી હોર્ડિંગ હજુ અકબંધ જોવા મળી રહ્યાં છે

Videos similaires