WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા રજૂ કરી છે. અગાઉ આ સુવિધા IOS માટે આપવામાં આવી હતી જ્યાં યુઝર્સને ફેસ આઈડીથી WhatsApp ને સુરક્ષિત કરવાનો વિકલ્પ છે. ફક્ત ફેસ આઈડી જ નહીં, આઇફોન પણ જેમાં ટચ આઈડી છે તેમાં પણ આ સુવિધા અગાઉ આપવામાં આવી હતી. હવે એન્ડ્રોઇડ યુઝર્સ WhatsAppમાં ફિંગરપ્રિન્ટ લોક પણ સેટ કરી શકે છે. પહેલા યુઝર્સને આના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર આધાર રાખવો પડતો હતો.