બિહારમાં છઠના તહેવાર દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 12 બાળકો સહિત 38 લોકોના મોત થયા છે વિવિધ તળાવો અને જળાશયોમાં ઉગતા સુરજને અર્ધ્ય આપ્યા પણ આ પર્વ સંપન્ન થયો હતો તેમાં સૌથી વધારે મોત પુનપુન પ્રખંડ અને ભાગલપુરમાં થયા છે ભાગલપુરના ચાર પ્રખંડોમાં 6 લોકો ડૂબ્યા છે તેમાંથી 5 લોકોના મૃતદેહો મળ્યા છે એક હજી પણ ગુમ છે પુનપુન પ્રખંડમાં નહાવા દરમિયાન ત્રણ બાળકો સહિત છ લોકોના ડૂબવાથી મોત થયું છે આ દરેક દુર્ઘટના શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં થઈ છે
ખગડિયા અને સહરસામાં પાંચ-પાંચ, પૂર્ણિયા, કટિહાર અને મધેપુરામાં ચાર-ચાર અને જમુઈ, સુપૌલ, અરરિયા, બાંકા અને લખીસરયામાં એક-એક લોકોના ડૂબવાથી મોત થયા છે જ્યારે ઔરંગાબાદમાં દોડભાગના કારણે એક બાળક અને એક બાળકીનું મોત થયું છે 12 બાળકો ગુમ થયા છે અંદાજે 40 લોકો ઘાયલ થયા છે સમસ્તીપુરમાં મંદિરની દિવાલ પડતા સૂર્યને અર્ધ્ય આપતી બે મહિલાઓના મોત થયા છે અને ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે દોડભાગમાં અંદાજે 12 લોકો ઘાયલ થયા છે