વડોદરામાં 6.6 ફૂટનો મહાકાય મગર 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો

2019-11-04 1,244

વડોદરાઃ નેશનલ હાઇવે પર આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાંથી રવિવારે રાત્રે આસપાસ 66 ફૂટનો મહાકાર મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો અને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો વડોદરાના જીવદયા પ્રેમી હેમંત વઢવાણાની ટીમે રાત્રે 1:30 વાગ્યે હેલ્પ લાઇન પર કોલ આવ્યો હતો, કે, દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં મહાકાય મગર ઘૂસી આવ્યો છે જેથી હેમંત વઢવાણા તેમની ટીમ સાથે દરજીપુરા એરફોર્સ ખાતે પહોંચી ગયા હતા અને વન વિભાગના નીતિન પટેલ અને લુલુ નિઝામા અને દરજીપુરા એરફોર્મના ઓફિસરની મદદથી મગરને 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો

Videos similaires