અમદાવાદ: પહેલીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે દર્દીના ફેફસાંમાં જમા થયેલો કચરો પાણીની મદદથી સાફ કરી તેને નવુ જીવન આપ્યું છે આ પ્રકારના ઓપરેશન ખાસ કરીને મુંબઈમાં થતા હોય છે પરંતુ સિવિલમાં યુવકનું નિ:શૂલ્ક ઓપરેશન કરી તબીબોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે ઓપરેશન બાદ દર્દી સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે