વટવામાં મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી આશાપુરા રેસિડેન્સીમાં એક યુવકની હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

2019-11-03 17,804

અમદાવાદઃવટવા મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી આશાપુરા રેસિડેન્સી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી છે મહાલક્ષ્મી કરિયાણાની દુકાનના માલિક દિનેશ ચૌધરીની હત્યા કરવામાં આવી છે રાતે 11 વાગ્યે દિનેશની હત્યા થઈ હતી પત્નીએ દુકાનમાં જઇને જોયું તો દિનેશની લાશ પડી હતી જેને લઇને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે, અજાણ્યા શખ્સોએ દિનેશને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી અથવા ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વટવા પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી હાલ પોલીસે સીસીટીવીને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે

Videos similaires